સમાજની કડવી વાસ્તવિકતા સાથે ભેટો થયો....
એ ખુબ ભણવામાં
હોશિયાર હતી, ડોક્ટર બનવું હતું... અને સ્વભાવે તો સાવ જ ભોળી, નિર્દોષ. પણ એ
નિર્દોષતા ક્યાં સુધી ટકી શકી. પરિવાર માં કોઈને પણ રસ અને ઈચ્છા બંને ન હતા કે
તેનાં સપના પુરા કરે. એટલે ડોક્ટર ની વાત તો જાણે એ પણ ભૂલી ગઈ. અને તેથી જ ખાસ
કોઈ વિશેષ તેણે તેનાં પરિવાર પાસે થી ન રાખી. અને એમ જ બાળપણ થી યુવાની સુધી ની
સફર એ જીવી ગઈ. કોલેજ ના માંડ પહેલા વરસમાં હતી કે ભાઈ ની સગાઇ થઇ અને તેનાં જીવન
નો મોટો વળાંક આવ્યો. ભાઈ ના સાળા ને તે ગમી ગઈ અને તેની પણ સગાઇ થઇ ગઈ. આ સગાઇ
લગ્ન માં ન પરિણમી અને તેનાં પાછળ પણ ભાઈ ની સગાઇ તૂટવાની વાત જવાબદાર બની.
એ વાત ને ભૂલી
પાર્ટ ટાઈમ જોબ કરતી અને પોતાનો ખર્ચો કાઢીને એક સામાન્ય છોકરી ની જેમ જિંદગી પસાર
કરતી ગઈ. ભણવાનું પણ ચાલુ જ રાખ્યું. પરિવાર ની સામાજિક પરિસ્થિતિ ઠીકઠાક ન હતી કે
કોઈ સારું પાત્ર તેનો જીવનસાથી બનવા તૈયાર થાય. અને વળી એમાંય તૂટી ગયેલ સગાઇ ને
લીધે તો જરાપણ શક્યતા ન હતી. આમ છતાંય તે નિરાશ થયા વગર જીવન જીવ્યે જઈ રહી હતી.
દિવસો, મહિનાઓ
પસાર થતા ગયા અને તેનાં લગ્ન ની જવાબદારી પરિવારે લીધી જ નહિ અને તેને પોતાને જ
યોગ્ય જીવનસાથી પસંદ કરવાનું આવ્યું. આમ એક રીતે તો સારું કેવાય કે પસંદગીની
વ્યક્તિ સાથે તેને લગ્ન કરવાની છૂટ હોય. પણ ક્યાં એવા યુવાનો પણ છે કે જે તૂટેલી
સગાઇ હોય, જોબ કરતી હોય તેવી વ્યક્તિ ને લગ્ન માટે પસંદ કરે. હા અફેર કરવા હોય પણ
લગ્ન??? અને તેને પણ એવાજ યુવાનો ભટકતા....
એક વખત તેનાં જ
પરણિત મહિલા મિત્રએ તેને વિદેશમાં એક છોકરાના લગ્ન માટે તેની સામે પ્રસ્તાવ
મુક્યો. અને તેની વાત સાથે સહમત થતા એ આગળ જતા લગ્ન માં પરિણમી. આ પહેલા છોકરા
સાથે ફોન પર વાત કરી, ફોટો પણ જોયો. અહી ખુબજ સાદાઈથી લગ્ન થયા. આ સમગ્ર
પ્રક્રિયામાં તેનાં પરિવારે માત્ર કુદરત ના ભરોસો જ રાખ્યો. એક ની એક દીકરી વિદેશ
માં પરણે છે તેની સામાન્ય જે ચિંતાઓ હોવી જોઈએ તે ન હતી. એકાદ વરસમાં પાસપોર્ટ અને
વિઝાની પ્રક્રિયા દરમ્યાન, તેણે પોતાને વિદેશમાં તેનાં પતિ ની અપેક્ષા પ્રમાણે
પોતાને તૈયાર કરવાની પુરેપુરી મહેનત કરી. ભાષા, પોષક દરેક રીતે પોતાને તેણે
બદલ્યા. અને આખરે સપનાઓની ઉડાન સાથે તે વિદેશ ગઈ.
સૌથી પહેલો અચંભો
એને મળ્યો જયારે તેનાં પતિ તેની ઓળખાણ આઠેક વર્ષના સાઉથ આફ્રિકન છોકરા સાથે કરાવી.
તેણે કહ્યું આ મારી પ્રૂવ ગર્લ ફ્રેન્ડનો છોકરો છે. અને તે એવું કહે છે કે તે મારો
છે. એટલે મને તેણે ફસાવ્યો છે. અને કાયદાકીય પ્રક્રિયાને કારણે મને એને (છોકરાને) અમુક
સમય આપવાનો છે. આ સંભાળતા તેને શંકાઓ તો થઇ પણ વાતને તેણે આગળ ન વધારતા સ્વીકારી
લીધું. અને તે પણ તે છોકરા સાથે સારા સંબંધો બાંધ્યા. અને પરિવારના બીજા સભ્યો
સાથે હળીમળીને તે રહેવા લાગી. પણ આ જિંદગી તેણે જે વિચારી હતી, તેવી ન થઇ.
એક દિવસ તે જયારે
સફાઈ કરતી હતી ત્યારે તેણે એક કવર જોયું જેમાં તેનાં પતિના ફોટો હતા. અને તે ફોટો
એવી સ્થિતિના હતા કે તે ત્યાજ તેનાં પગ નીચેની ધરતી જાણે હલી ગઈ. તે સ્તબ્ધ થઇ ગઈ.
તેનો પતિ એકથી વધારે છોકરીઓ સાથે શારીરિક સંબંધ હોય તે રીતના હતા. બસ ત્યારે જ તે
ડરી ગઈ, મૂંઝાઈ ગઈ, શું કરવું, કોને કહેવું તે વિચારવા લાગી. પણ એક તેનાં સ્વભાવ
પ્રમાણે તે અન્યાય સહન કરનાર ન હતી એટલે તેણે તરત જ તેનાં નણંદો ને તે ફોટા
બતાવ્યા. ત્યારબાદ તેનાં પતિ સાથે વાત થઇ અને પછી તો જાણે તેનાં પતિ ને પોતાની ભૂલ
માટે માફી માંગવાને બદલે તે તેની સાથે ખુબજ ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યો. જોકે તેના
માટે તો તે ભૂલ જ ન હતી. એ જ તો એની લાઈફસ્ટાઈલ હતી. અને તેણે તેમાં જરા પણ બદલાવ
ન કર્યો. અને ઉલ્ટું તેણે તે વધારે ને વધારે તકલીફ આપવા લાગ્યો. આખરે તે છોકરીએ તેનું
ઘર છોડી અલગ રહેવા લાગી અને નોકરી કરવા લાગી. આ પરિસ્થતિ ન બદલી ન સુધરી પણ હા
તેનામાં એક આત્મવિશ્વાસ આવી ગયો હતો અને તે અજાણ્યા દેશ માં સ્વમાન થી જીવન જીવી
રહી હતી. ૮ વર્ષે તેણી એકલીએ છૂટાછેડા ની કાયદાકીય પ્રક્રિયા કરી. અને આખરે તે
ખોખલા અને માત્ર નામ માત્ર ના સંબંધથી છુટકારો પામી. આ સમગ્ર પ્રક્રિયા પણ કાઈ સરળ
ન હતી. કાયદાકીય પ્રક્રિયાને સમજવી, વકીલ ને રોકવો. અને એકલીએ જોબ પણ કરવી અને આ
દોડધામ પણ કરાવી. સમય, નાણા અને માનસિક દરેક રીતે તે હેરાન થઇ હતી.
બધું જ પતાવી,
સપના ને ફરી પેક કરી નવી આશા, અને નવા સપનાઓ સાથે ભારત પાછી આવી. પણ સમાજ ના
સવાલોએ એવી તો ડરાવી દીધી કે કોઈ જ સામાજિક પરિચય માં ન રહેતા એકલી ને એકલી ઘર માં
પુરાયેલી રહી. ભક્તિ ચેનલોને સહારો બનાવી સતત એજ જોયા કરવું. અને મારું હવે કોઈ જ
નથી. કોઈ જ લક્ષ્ય નથી. એમ વિચારી દિવસો પસાર કરવા લાગી.
આ પ્રક્રિયા ને
સામાન્ય માનવાની ભૂલ પરિવારે કરી હતી. કોઈ પણ તેણે ફરી જીવન માં નવી આશાઓ નુ કિરણ
ન બતાવ્યુ. અને ક્યારેક કોઈ મિત્ર કહી દે તો તેની વાત તેણીએ ન માની.
એટલી હદે કે તે
દોઢ બે વરસ તો ધાર્મિક સ્થળે રહેવા ચાલી ગઈ, જ્યાં તે માટે પૂજા પાઠ કરતી. પરંતુ આ
દરમ્યાન તેણી હતાશા એટલી વધી ગઈ કે તે આખરે માનસિક રોગી બની ગઈ. જ્યાં રહેતી હતી
ત્યાંની પોલીસે તેનાં પરિવારને જાણ કરી અને તેણે ફરી ઘેર લઇ આવ્યા. તેની સારવાર
કરવાને બદલે તેને એમ જ રાખી. તેની માનસિક સ્થિતિ અચાનક બગડતી અને તેને પરિવારના
કોઈ પણ સભ્ય પર વિશ્વાસ ન રહેતો. અને ફરી એક વખત તે ધાર્મિક સ્થળે ચાલી ગઈ.
માત્ર દોઢ જ
મહિના માં તે ફરી માનસિક બીમાર થઈને આવી. અને તેણી હાલત એટલી બગડી ગઈ કે તેને મેન્ટલ હોસ્પિટલ માં એડમીટ કરાવી પડી. હોસ્પિટલના
એ દિવસો અને તેણી સાથે ની વાતચીત બાદ સતત તેનાં પુન: વસન માટે ચિંતા થયા કરે છે.
હતાશ વ્યક્તિ ની
સૌથી મોટી દવા હોય છે તે પરિવાર ની હુંફ. અને તેનાથી વંચિત અને આજે પણ તે વંચિત જ
છે...
ક્રિષ્ના
No comments:
Post a Comment