ધર્મ...................
વિદ્યાર્થી માટે વિદ્યા મેળવવી એ જ એનો ધર્મ હોય એ રીતે દરેકને એના કર્મ કરવાનો ધર્મ છે. કેમ આપણે ધર્મ ને માત્ર કોઈ પ્રતીકાત્મક જ સ્વરૂપ આપી દઈ છટકબારી થી છટકી જતા હોઈએ છીએ.
શું મેં આજે મારા ધંધા માં ૧૦૦ ટકા ઈમાનદારી વાપરી ? શું મેં મારી નોકરી માં સમય વેડફ્યા, ગોસ્પીંગ કર્યાં વગર અપેક્ષિત સમય ફાળવ્યો?
શું હું મારા મુલ્યો, સિધ્ધાંત માં છાટ તો નથી લેતો /લેતી ને ? સફળ થવાની દોડમાં શોટ કટ તો નથી અપનાવતો /અપનાવતી ને ?
બસ મારી આત્મા ને હું સાચો જવાબ આપી શકતો /શકતી હોઉં તો ઘણું છે.
બસ એજ ધર્મ છે.
ક્રિષ્ના
૧૨ એપ્રિલ ૨૦૨૨
No comments:
Post a Comment