એ બસ ને રોકી ,
ચડી અને જગ્યા ન હોવાને લીધે નીચે જ સહજતા થી બેઠી,
એની ઉમર હશે??
એમની તો ક્યાં ચહેરા જોઈ ને ઉમર વંચાય છે...
હોય માંડ ત્રીસ
ની અને ચાલીસ ઉપરની વર્તાય છે,
નાક માં મોટી નથ
જેનો ભાર હું અનુભવી શકતી હતી,
એની બાજુમાં નાનો
એવો ત્રણેક વરસનો છોકરો ઉભો હતો, શર્ટ પણ ફાટેલું અને ચડી તો ક્યાં હતી?
બસ માં કુતુહલ થી
એ બાળક દરેક ને સ્થિર આંખે જોતું ઉભું હતું.
અને તે માથા પર
ચિંતા, ઉતાવળ તેની ચાડી ખાતી હોય તેવી પત્થર જેવા હાવભાવ સાથે
પોતાના સ્ટેશન ની
રાહ જોતી હતી...
સ્ટેશન આવ્યું,
પોતાના બાળક સાથે સળાટ કરતી નીચે ઉતરી ગઈ..
અને મારા ચિત્
માં અનેકો સવાલ સાથે તે જાણે સ્થિર થઈ ગઈ...
પણ શું ખરા અર્થ
માં એ જ એનું સ્ટેશન હતું ખરું???
ભુજ થી ખાવડા
જતા...
તા. ૪
સપ્ટેમ્બર ૨૦૧૪
No comments:
Post a Comment