Tuesday, April 12, 2022

ધર્મ...................


 વિદ્યાર્થી માટે વિદ્યા મેળવવી એ જ એનો ધર્મ  હોય એ રીતે દરેકને એના કર્મ કરવાનો ધર્મ છે. કેમ આપણે ધર્મ ને માત્ર કોઈ પ્રતીકાત્મક જ સ્વરૂપ આપી દઈ છટકબારી થી છટકી જતા હોઈએ છીએ. 

શું મેં આજે મારા ધંધા માં ૧૦૦ ટકા ઈમાનદારી વાપરી ? શું મેં મારી નોકરી માં સમય વેડફ્યા, ગોસ્પીંગ કર્યાં વગર અપેક્ષિત સમય ફાળવ્યો? 

શું હું મારા મુલ્યો, સિધ્ધાંત માં છાટ તો નથી લેતો /લેતી ને ? સફળ થવાની દોડમાં શોટ કટ તો નથી અપનાવતો /અપનાવતી ને ? 

બસ મારી આત્મા ને હું સાચો જવાબ આપી શકતો /શકતી હોઉં તો ઘણું છે. 

બસ એજ ધર્મ છે.  


ક્રિષ્ના 

૧૨ એપ્રિલ ૨૦૨૨

Wednesday, March 11, 2015

માનવવિકાસ વિકાસ ભળી ડગ માંડીએ...

વ્યક્તિના રક્ષણની સાથે તેનાં કલ્યાણની પણ જવાબદારી બંધારણે સરકારને શિરે મૂકી છે. અને તેથી જ તો કશુક બરાબર ન થયું તો સરકાર પર સીધો દોષનો ટોપલો ઠાલવતા આપણને સહેજ પણ સમય લાગતો નથી.  ભારતનું બંધારણ વાંચીએ કે નહિ પણ સરકારની શું જવાબદારી છે તે તો આપણને ખ્યાલ આવી જ જાય છે. સતત સરકાર સામે અસંતોષની વાત જયારે કાને અથડાયા કરે છે તો એક બાબત પર તો ચોક્કસ વિચારવાનું રહ્યું કે શા માટે આ પ્રકારની વ્યવસ્થા ઉભી થઇ છે ? કારણકે સરકાર પણ કશું જ નથી કરતી એવું તો નથી જ.... ભલે તે સંપૂર્ણ ઉદેશ્ય પૂર્ણ ન કરતી હોય પરંતુ અમુક સ્તરે તો તે કાર્યક્રમો ઘડતી હોય છે. પરંતુ જેટલું તે કરે છે તેટલું પણ ન તો નાગરિકો સમક્ષ પહોચે છે અને ન તો નાગરિકોને સરકાર તરફથી સંતોષ થાય છે. સતત અસંતોષની ભાવના રહ્યા જ કરે છે. જેમકે હમણાં જ આંગણવાડી ની મુલાકાત લેવાનું થયું. જોયું તો અનેક પ્રકરના  રચનાત્મક બદલાવ લાવવામાં આવ્યા છે. એવું જ પ્રાથમિક શાળામાં પણ બન્યું છે. તો આશા અને ઉષા વર્કર જેવા કાર્યકરો પણ અનેક નાણા પણ મહત્વના કાર્ય ગ્રામ્યસ્તરે કરી રહ્યા છે.
પરંતુ આમ છતાંય ગામના તો વર્ષોથી ચાલી આવતા પ્રશ્નો એમ ને એમ ઉભા જ છે. સ્વરછ -પૂરતું પીવાનું પાણી, બી.પી.એલ માં જરૂરિયાતમંદ લોકો નથી, પ્રાથમિક આરોગ્ય ની સેવાઓ, શિક્ષણ, તલાટી નિયમિત નથી, રોજગારી જેવા પાયા પ્રશ્નો માટે વ્યક્તિ સતત સંઘર્ષ કરી રહ્યો છે. આ ઉપરાંત વ્યક્તિલક્ષી યોજનાઓ ના લાભાર્થી પણ માંડ લાભ મેળવે છે તો કોઈક તો દુર થી જ સલામ કરી મૂકી દે કે કાગળિયાં માં જ સમય અને નાણા બંને વપરાઈ જશે;
દેશની વાત કરવી હોય તો ગામડાને જ કેન્દ્રમાં રાખવું પડે. જેમકે ગ્રામપંચાયત ની વાત કરીએ તો તેનો મુખ્ય ઉદેશ્ય સામાજિક ન્યાય અને આર્થિક વિકાસ છે. લગભગ પંચાયત તેને ગામલોકો થી સહકાર નથી મળતો અને જે ગ્રામવિકાસના કામો માટે ઠરાવો થાય છે તે પ્રમાણે કામ થતું નથી એવો અભિપ્રાય આવતો હોય છે. તો ગામના લોકોને પણ ઉપર જણાવ્યું તેમ પ્રશ્નો સતત મૂંઝવતા હોય છે. આ બંને વાસ્તવિક પરિસ્થિતિ છે. પણ આ પરિસ્થિતિ પાછળ કયા જવાબદાર ઘટકો છે તે સમજવા ચોક્કસ જરૂરી છે.
વિકાસના અમલમાં વિકેન્દ્રિત આયોજન, વહીવટ, વ્યવસ્થા અને સાશનની ખુબ જ મહત્વની ભૂમિકા છે. અને તેમાં ગળબળ ક્યાં થાય છે તે સમજવાની જરૂર છે. સૌ પ્રથમ તો જેને સતા આપવામાં આવી છે તેની તેણે ગંભીરતા નથી અને બીજું આપણને તે વ્યવસ્થામાં વિશ્વાસ નથી. આજે ગામના સરપંચ નો હોદો મેળવવા જે નાણા વપરાય છે, અને સ્પર્ધા થાય છે તેટલી જ ગંભીરતા અને મહત્વતા તે હોદો મળતા વધી જવાને બદલે જાણે ઓછી થઇ જતી હોય છે. પાંચ વર્ષમાં વિકાસના કામો કરી પોતાની આગવી છબી છોડવાને બદલે ગામ માં કશુજ નવું સાહસ કરવાને બદલે જે ચીલાચાલુ ચાલ્યા કરે છે તે જ કામ કરીને સંતોષ માની બેસતા હોય છે. એ જરૂરી નથી ક દરેક સમયે સરપંચનો જ વાંક હોય. જેમ આગળ જણાવ્યું તેમ ગામના પ્રશ્નો પણ અનેક છે. જેના લીધે કાર્ય આગળ ધપતું નથી.
અમુક ગામની મુલાકાત અને તેમના લોકોના અનુભવોની વાત અહી મૂકુ છું. જેના પરથી પણ ચોક્કસ બાબતો વિચારવાની આવે છે.
અમે એક સરપંચને મળ્યા તેમને સરપંચ તરીકે ૩ વર્ષથી વધારે સમય થયો હતો, અમે પૂછ્યું કે તમારા આવ્યા પછી ગામ માં શું કામ થયું? તો જાણવા મળ્યું કે છેલ્લા ૩ વર્ષ માં ૩એક પણ વિકાસનું કામ નથી થયું, એની સામે તેમણે જણાવ્યું કે ૨ લાખ ઉપર અમે ખર્ચો કરી નાખ્યો હતો સરપંચ બનવા માટે...
બીજા ગામ માં કહ્યું લાખો રૂપિયા ખર્ચ્યા પણ આજે ગામ માં કામ હોય તો ન તો તલાટી કઈ સલાહ- સુચન કરે, અને અમને પૂછ્યા વગર જ બહાર થી જ બધું કામ થઇ જાય.. હવે કોણ ગામમાં ઝગડા ઉભા કરે,,, એક જ વર્ષ છે એને હવે કાઢ્યે છુટકો...
તો વળી એક ગામ માં આખી મહિલાની બોડી, તેમણે તો કહ્યું ચાર વર્ષ થયા છે, મહિલા સમરસ ના પૈસા પણ હજી એમજ પડ્યા છે, સરપંચ પતિ ને ગામ ના વિકાસ માં રસ જ નથી...
તલાટી નથી આવતા, બી.પી,એલ.ના નામ સુધારવાની જરૂર છે, યોજનાકીય માહિતી નથી મળતી, ગામમાં દારૂ નો ખુબ પ્રશ્ન છે.. પાણી નથી, રોજગારી નથી.... આવી તો મોટી યાદી બની શકે એમ છે.
આ પ્રકારની પરિસ્થિતિ ધરાવતા ગામો માં માત્ર એક તરફી કાર્ય કરવાની કે બદલવાની જરૂર નથી. જેમાં સરકાર, ગ્રામસભા અને ગ્રામપંચાયત એમ દરેક સ્તરે પરિવર્તન ની જરૂર છે. માનસકિતા બદલાવની વાત પણ છે.
જયારે સરકાર તરફી જોઈએ તો આ દરેક માટે યોજના છે, વ્યવસ્થા છે. પણ તે સિસ્ટમમાં કામ થતું નથી. આપણે સંસદ આદર્શ ગામ ની જ વાત કરીએ. આ યોજના માટે કોઈ જ અલગથી ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી, કારણકે સરકાર ખુદ માને છે કે ગામ વિકાસ માટે પુરતી યોજનાઓ છે, માત્ર તેનો અમલ થાય એ જરૂરી છે. પરંતુ આજ અમલ શા માટે દરેક ગામ માં થતો નથી? શા માટે દરેક ગામ આદર્શ ગામ ન બને???
·        સુશાસન ખરા અર્થમાં અમલી બનાવવાની જરૂર છે. વહિવટ છે એટલે સતાધીશ છે તે માનસિકતા તથા વ્યવહાર બંને ને બદલવું પડશે. ખરા અર્થમાં જે લોકશાહી ની પદ્ધતિ છે તેને સમજવાની અને તેમાં વિશ્વાસ રાખવાની જરૂર છે. આજે જેના હાથ માં વહીવટ છે તે સતાધીશ બની વ્યવસ્થાને તોડી રહ્યો છે.
·        બીજું સુશાસન માટે જરૂરી પાયાના સિધાંતો છે, પારદર્શિતા, ઉત્તરદાયિત્વ, સહભાગિતા અને વિકેન્દ્રીકરણ. જેમાં અનેક સ્તરે ખામી છે. ગામનું આયોજન ગ્રામસભામાં નક્કી થાય પરંતુ કેટલા ગામમાં આ પ્રક્રિયા થાય છે?
·        પંચાયત નો વહીવટ માત્ર નહિ પણ તેનાં ઉદેશ્ય ને પદ્ધતિસર રીતે લોકોને સમજ આપવામાં આવે એ જરૂરી છે.
·        નાગરિક તરીકેની વ્યકતિગત ફરજો ની સાથે સમગ્ર ગામ તરીકે શું જવાબદાર છે તે દ્રષ્ટિકોણ વિકસાવવાની જરૂર છે.
·        બંધારણે કહ્યું છે તેમ કોઈ વ્યક્તિનું અહી સાશન નથી પણ કાયદાનું સાશન છે. પરંતુ આ કાયદાની જેટલી જોઈએ તેટલી અસરકારકતા નથી. તેનાં પાછળ પણ અમુક જવાબદાર ઘટકો છે. જેમકે, કાયદો છે પણ સારો નથી, સારો છે તો અમલ થતો નથી, અને ઘણી વખત તેની સજા થવી જોઈએ તે થતી નથી. આ માટે જ વ્યવસ્થા બરાબર ચાલતી નથી.
·        જ્યાં વિકાસ માટે પરિયોજનાઓ ઘડાય છે ત્યાં વ્યક્તિના વિકાસને બદલે સિસ્ટમના વિકાસને એટલું મહત્વ આપી દઈએ છીએ કે વ્યવસ્થા કેન્દ્ર માં આવી જાય છે અને વ્યક્તિ ખોવાઈ જાય છે.... તેથી જ વિકાસ દેખાતો નથી...
·        ખાસ સમજવાની બાબત એ છે કે વિકાસની પરિભાષામાં કોને કેટલું મહત્વ અપાય ? શું માત્ર આર્થિક વિકાસ, જી.ડી.પી. વધતા દેશનો વિકાસ થયો છે તે કહી શકાય ખરું??? આજે કૃષિ, પશુપાલન જેવા પરંપરાગત વ્યવસાય ના વિકાસ ને બદલે મનોરંજન જેવા માધ્યમોનો આર્થિક દર ખુબ ઉંચો છે,, જે કોઈ જ પ્રોડકટીવ નથી. જે યોગ્ય ન કહેવાય...

આમ વિવિધ સ્તરે બદલાવ ની જરૂર છે... વ્યક્તિ શરૂઆત કરવી પડશે... અને વ્યવસ્થામાં તેણે લાવવી પડશે. તથા આર્થિક વિકાસ દર ને બદલે વ્યક્તિનું સુખ એ સુત્ર સાથે વિકાસ ની દિશામાં ડગ માંડશું.. તો માનવ વિકાસ ભળી આગળ વધશું એવું નથી લાગતું ???


ક્રિષ્ના  

Thursday, February 19, 2015








ન ડરજે, ન ડગજે...
ન થંભજે..
સત્ય ની દિશામાં ચાલજે તું અકબંધ...
તારા તત્વને તું ન મારજે...


તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!

આપણે એકાંતમાં ક્યારેય ભેગા ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!

આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!

આપણે તો પ્રેમનાં અરમાન પુરવાના હતા,
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!

- અજ્ઞાત 
સમાજની કડવી વાસ્તવિકતા સાથે ભેટો થયો.... 


એ ખુબ ભણવામાં હોશિયાર હતી, ડોક્ટર બનવું હતું... અને સ્વભાવે તો સાવ જ ભોળી, નિર્દોષ. પણ એ નિર્દોષતા ક્યાં સુધી ટકી શકી. પરિવાર માં કોઈને પણ રસ અને ઈચ્છા બંને ન હતા કે તેનાં સપના પુરા કરે. એટલે ડોક્ટર ની વાત તો જાણે એ પણ ભૂલી ગઈ. અને તેથી જ ખાસ કોઈ વિશેષ તેણે તેનાં પરિવાર પાસે થી ન રાખી. અને એમ જ બાળપણ થી યુવાની સુધી ની સફર એ જીવી ગઈ. કોલેજ ના માંડ પહેલા વરસમાં હતી કે ભાઈ ની સગાઇ થઇ અને તેનાં જીવન નો મોટો વળાંક આવ્યો. ભાઈ ના સાળા ને તે ગમી ગઈ અને તેની પણ સગાઇ થઇ ગઈ. આ સગાઇ લગ્ન માં ન પરિણમી અને તેનાં પાછળ પણ ભાઈ ની સગાઇ તૂટવાની વાત જવાબદાર બની.
એ વાત ને ભૂલી પાર્ટ ટાઈમ જોબ કરતી અને પોતાનો ખર્ચો કાઢીને એક સામાન્ય છોકરી ની જેમ જિંદગી પસાર કરતી ગઈ. ભણવાનું પણ ચાલુ જ રાખ્યું. પરિવાર ની સામાજિક પરિસ્થિતિ ઠીકઠાક ન હતી કે કોઈ સારું પાત્ર તેનો જીવનસાથી બનવા તૈયાર થાય. અને વળી એમાંય તૂટી ગયેલ સગાઇ ને લીધે તો જરાપણ શક્યતા ન હતી. આમ છતાંય તે નિરાશ થયા વગર જીવન જીવ્યે જઈ રહી હતી.
દિવસો, મહિનાઓ પસાર થતા ગયા અને તેનાં લગ્ન ની જવાબદારી પરિવારે લીધી જ નહિ અને તેને પોતાને જ યોગ્ય જીવનસાથી પસંદ કરવાનું આવ્યું. આમ એક રીતે તો સારું કેવાય કે પસંદગીની વ્યક્તિ સાથે તેને લગ્ન કરવાની છૂટ હોય. પણ ક્યાં એવા યુવાનો પણ છે કે જે તૂટેલી સગાઇ હોય, જોબ કરતી હોય તેવી વ્યક્તિ ને લગ્ન માટે પસંદ કરે. હા અફેર કરવા હોય પણ લગ્ન??? અને તેને પણ એવાજ યુવાનો ભટકતા....
એક વખત તેનાં જ પરણિત મહિલા મિત્રએ તેને વિદેશમાં એક છોકરાના લગ્ન માટે તેની સામે પ્રસ્તાવ મુક્યો. અને તેની વાત સાથે સહમત થતા એ આગળ જતા લગ્ન માં પરિણમી. આ પહેલા છોકરા સાથે ફોન પર વાત કરી, ફોટો પણ જોયો. અહી ખુબજ સાદાઈથી લગ્ન થયા. આ સમગ્ર પ્રક્રિયામાં તેનાં પરિવારે માત્ર કુદરત ના ભરોસો જ રાખ્યો. એક ની એક દીકરી વિદેશ માં પરણે છે તેની સામાન્ય જે ચિંતાઓ હોવી જોઈએ તે ન હતી. એકાદ વરસમાં પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયા દરમ્યાન, તેણે પોતાને વિદેશમાં તેનાં પતિ ની અપેક્ષા પ્રમાણે પોતાને તૈયાર કરવાની પુરેપુરી મહેનત કરી. ભાષા, પોષક દરેક રીતે પોતાને તેણે બદલ્યા. અને આખરે સપનાઓની ઉડાન સાથે તે વિદેશ ગઈ.
સૌથી પહેલો અચંભો એને મળ્યો જયારે તેનાં પતિ તેની ઓળખાણ આઠેક વર્ષના સાઉથ આફ્રિકન છોકરા સાથે કરાવી. તેણે કહ્યું આ મારી પ્રૂવ ગર્લ ફ્રેન્ડનો છોકરો છે. અને તે એવું કહે છે કે તે મારો છે. એટલે મને તેણે ફસાવ્યો છે. અને કાયદાકીય પ્રક્રિયાને કારણે મને એને (છોકરાને) અમુક સમય આપવાનો છે. આ સંભાળતા તેને શંકાઓ તો થઇ પણ વાતને તેણે આગળ ન વધારતા સ્વીકારી લીધું. અને તે પણ તે છોકરા સાથે સારા સંબંધો બાંધ્યા. અને પરિવારના બીજા સભ્યો સાથે હળીમળીને તે રહેવા લાગી. પણ આ જિંદગી તેણે જે વિચારી હતી, તેવી ન થઇ.
એક દિવસ તે જયારે સફાઈ કરતી હતી ત્યારે તેણે એક કવર જોયું જેમાં તેનાં પતિના ફોટો હતા. અને તે ફોટો એવી સ્થિતિના હતા કે તે ત્યાજ તેનાં પગ નીચેની ધરતી જાણે હલી ગઈ. તે સ્તબ્ધ થઇ ગઈ. તેનો પતિ એકથી વધારે છોકરીઓ સાથે શારીરિક સંબંધ હોય તે રીતના હતા. બસ ત્યારે જ તે ડરી ગઈ, મૂંઝાઈ ગઈ, શું કરવું, કોને કહેવું તે વિચારવા લાગી. પણ એક તેનાં સ્વભાવ પ્રમાણે તે અન્યાય સહન કરનાર ન હતી એટલે તેણે તરત જ તેનાં નણંદો ને તે ફોટા બતાવ્યા. ત્યારબાદ તેનાં પતિ સાથે વાત થઇ અને પછી તો જાણે તેનાં પતિ ને પોતાની ભૂલ માટે માફી માંગવાને બદલે તે તેની સાથે ખુબજ ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યો. જોકે તેના માટે તો તે ભૂલ જ ન હતી. એ જ તો એની લાઈફસ્ટાઈલ હતી. અને તેણે તેમાં જરા પણ બદલાવ ન કર્યો. અને ઉલ્ટું તેણે તે વધારે ને વધારે તકલીફ આપવા લાગ્યો. આખરે તે છોકરીએ તેનું ઘર છોડી અલગ રહેવા લાગી અને નોકરી કરવા લાગી. આ પરિસ્થતિ ન બદલી ન સુધરી પણ હા તેનામાં એક આત્મવિશ્વાસ આવી ગયો હતો અને તે અજાણ્યા દેશ માં સ્વમાન થી જીવન જીવી રહી હતી. ૮ વર્ષે તેણી એકલીએ છૂટાછેડા ની કાયદાકીય પ્રક્રિયા કરી. અને આખરે તે ખોખલા અને માત્ર નામ માત્ર ના સંબંધથી છુટકારો પામી. આ સમગ્ર પ્રક્રિયા પણ કાઈ સરળ ન હતી. કાયદાકીય પ્રક્રિયાને સમજવી, વકીલ ને રોકવો. અને એકલીએ જોબ પણ કરવી અને આ દોડધામ પણ કરાવી. સમય, નાણા અને માનસિક દરેક રીતે તે હેરાન થઇ હતી.
બધું જ પતાવી, સપના ને ફરી પેક કરી નવી આશા, અને નવા સપનાઓ સાથે ભારત પાછી આવી. પણ સમાજ ના સવાલોએ એવી તો ડરાવી દીધી કે કોઈ જ સામાજિક પરિચય માં ન રહેતા એકલી ને એકલી ઘર માં પુરાયેલી રહી. ભક્તિ ચેનલોને સહારો બનાવી સતત એજ જોયા કરવું. અને મારું હવે કોઈ જ નથી. કોઈ જ લક્ષ્ય નથી. એમ વિચારી દિવસો પસાર કરવા લાગી.
આ પ્રક્રિયા ને સામાન્ય માનવાની ભૂલ પરિવારે કરી હતી. કોઈ પણ તેણે ફરી જીવન માં નવી આશાઓ નુ કિરણ ન બતાવ્યુ. અને ક્યારેક કોઈ મિત્ર કહી દે તો તેની વાત તેણીએ ન માની.
એટલી હદે કે તે દોઢ બે વરસ તો ધાર્મિક સ્થળે રહેવા ચાલી ગઈ, જ્યાં તે માટે પૂજા પાઠ કરતી. પરંતુ આ દરમ્યાન તેણી હતાશા એટલી વધી ગઈ કે તે આખરે માનસિક રોગી બની ગઈ. જ્યાં રહેતી હતી ત્યાંની પોલીસે તેનાં પરિવારને જાણ કરી અને તેણે ફરી ઘેર લઇ આવ્યા. તેની સારવાર કરવાને બદલે તેને એમ જ રાખી. તેની માનસિક સ્થિતિ અચાનક બગડતી અને તેને પરિવારના કોઈ પણ સભ્ય પર વિશ્વાસ ન રહેતો. અને ફરી એક વખત તે ધાર્મિક સ્થળે ચાલી ગઈ. 
માત્ર દોઢ જ મહિના માં તે ફરી માનસિક બીમાર થઈને આવી. અને તેણી હાલત એટલી બગડી ગઈ કે તેને  મેન્ટલ હોસ્પિટલ માં એડમીટ કરાવી પડી. હોસ્પિટલના એ દિવસો અને તેણી સાથે ની વાતચીત બાદ સતત તેનાં પુન: વસન માટે ચિંતા થયા કરે છે.
હતાશ વ્યક્તિ ની સૌથી મોટી દવા હોય છે તે પરિવાર ની હુંફ. અને તેનાથી વંચિત અને આજે પણ તે વંચિત જ છે...


ક્રિષ્ના 




Thursday, October 16, 2014

સ્ત્રી પુરુષ અસમાનતા અને ઉત્ક્રાંતિવાદ.....


વર્ષોથી સ્ત્રી પુરૂષ ની અસમાનતા ના મૂળ ના સંદર્ભે આપણી સમક્ષ વિવિધ વિચારો સામે આવ્યા છે. એવા જ એક વિચાર ની અહી વાત કરવી છે, જે એક લેખ દ્વારા માહિતી મળી તેનાં પરથી આ લખી રહી છું...
ઉત્ક્રાંતિવાદ ની પ્રક્રિયાના સંદર્ભ માં એક તારણ એવું આવ્યું છે કે,  ઈવોલ્યુશન એ રેસ છે,  હરીફાઈ છે. એકજ જીવનું ક્લોનીંગ થયા કરે તો વિવિધતા આવે નહિ. વાયરસ, બેક્ટેરિયા ને બીજા પેરેસાઈટ સામે લડવાની શક્તિ આવે નહિ. જે સર્વાઈવલ માટે જરૂરી છે. એજ બાબત ને ધ્યનમાં રાખીને વાત કરીએ તો, એક નરની પાસે  અબજો  સ્પર્મ હોય છે. અને એક માદા પાસે માર્યાદિત એગ્સ (અંડ) હોય છે. એક સ્ત્રી જન્મે છે ત્યારે  એના  ઋતુચક્ર શરૂ થવાથી માંડીને  મોનોપોઝ  સુધી  છોડવામાં  આવતા  અંડનો તમામ  જથ્થો  લઈને  જન્મે છે. અને દરેક અંડ ફલિત  થઇને  ગર્ભ  રહે તેવી  શક્યતાઓ પણ હોતી નથી. માટે માદા પાસે એકદમ માર્યાદિત અંડનો જથ્થો છે. જયારે  નર પાસે અમર્યાદિત સ્પર્મનો જથ્થો છે. એટલા માટે અહી સંખ્યા વિરુદ્ધ  ગુણવત્તાનો મામલો બની જાય છે. એટલા માટે માદા એ ખાસ પસંદગી કરવી પડે કે પોતાના જીન્સ સાથે  કોના જીન્સ દાખલ થવા દઈને  ઉછેરવા.
સજીવ  જગતમાં માદા જેના તેના જીન્સ ઉછેરી  સાથે  પોતાના  જીન્સ ને વેડફી  શકે  નહિ. માટે નર માટે સ્પર્ધા  છે અને માદા માટે પસંદગી. માદામાં  પોતાના જીન્સ દાખલ કરવા માટે બે નર વચ્ચે  લડાઈ  થાય છે. એનાથી એમની મજબૂતાઈ ની પરીક્ષા પણ થઇ જાય. આજ સ્પર્ધા નો એક ઉદાહરણ જોઈએ તો, મોર પાસે ખુબ  લાંબા પીંછા  હોય છે. જે ખરેખર  નડતર રૂપ  છે. જેના લીધે શિકારી પ્રાણીઓની નજરમાં ને  ઝપટમાં જલ્દી આવી  જવાય છે. અને  ઉડવામાં પણ તકલીફ પડે છે. ડાર્વિનને પણ થતું હતું કે આ મોર નામના પક્ષીએ  ભૂલ કરી છે.  પણ સવાલ છે ઢેલબાઈનો. આ ઢેલબાઈ  ખુબ પસંદગી વાળા છે. જેવા તેવાને હાથ મુકવા દે તેવા નથી. મેરીઓન પેસ્ટ્રી નામના વૈજ્ઞાનિક બહેને  ઢગલા બંધ મોર અને ઢેલ વચ્ચે રહીને  અભ્યાસ કર્યો. જે મોરના પીંછાની લંબાઈ  ટૂંકી   હોય ને એની વચ્ચેના  મનમોહક  ચાંદલા  ઓછા  હોય એને ઢેલબાઈ નસીબમાં  હોતા નથી.  સેકસુઅલ સિલેકશન નું ઉત્તમ ઉદાહરણ  મોર છે.
બનેના સમાગમ થી જે જીવ આવે છે તેને ટકાવી રાખવું એ ઉત્ક્રાંતિવાદ માટે મહત્વનું હતું.  એકવાર  માદામાં નરના જીન્સ દાખલ કરીને  બચ્ચા પેદા તો કરી દીધા પણ એ બચ્ચા ના જીવે તો ઉત્ક્રાંતિનો હેતુ તો સરે નહિ. અને જો માદા એકલી  બચ્ચા મોટા કરવા સક્ષમ ના હોય તો નરને સાથ  અપાવો જ પડે. નહી તો  એના ટ્રાન્સફર કરેલા જીન્સ પણ ફેઈલ જાય. આમાંથી પેદા થઇ મોનોગેમી.

પક્ષીઓ મોનોગેમી અપનાવતા હોય છે, એક જોડી ભેગા મળી ને સાથે જ બચ્ચા ઉછેરે છે. મોનોગેમી એટલે શારીરિક  જરૂરિયાતોનું સામાજિક સમાધાન. નર અને માદા બંને સાથે હળીમળી ને બચ્ચાઓ નું લાલનપાલન કરે, વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય. સેક્સ માંથી બંને આનંદ મેળવે અને લાલનપાલન કરી સંતોષ મેળવે. માનવ જગતમાં આમાંથી જ આગળ વધી હશે કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા.


પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં કેન્દ્ર માં માદા હતી તે જે ઈચ્છે તેની સાથે જ સંબંધ બાંધતી. નર માટે ની પસંદગી તે સ્વયં જ કરતી. તેથી જ તો સ્વયંવર ની વ્યવસ્થા આવી હશે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો પુરુષને અગર કોઈ સ્ત્રી પસંદ નથી કરતી તો તેનું સ્વમાન, અહમ ને ઠેસ પહોચતી. અને જયારે પુરુષપ્રધાન સમાજ અસ્તિત્વમાં આવ્યું ત્યારે સૌથી પહેલી શરૂઆત કે, સ્ત્રી પસંદગી ની વાત નકારી અને લગ્નવ્યવસ્થા નો આરંભ થયો હશે. જેમાં મોટે ભાગે સ્ત્રી ના માતા પિતા તેનાં સાથી માટે ની પસંદગી કરવા લાગ્યા. અને સ્ત્રી ને તાબે થઇ કમને સંબંધ બાંધી વ્યવસ્થાને આગળ ચલાવી પડી. આના પરિણામે દરેક તબક્કે સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા વધતી ગઈ અને તે ભેદભાવ માં તબદીલ થઇ ગઈ.                                                                                      ક્રિષ્ના 

Saturday, September 13, 2014

વરિષ્ઠ પત્રકારે રજુ કરેલ પોતોના વિચારો... 

सौ दिन की हकीकत
सत्येंद्र रंजन
नरेंद्र मोदी सरकार के पहले 100 दिन का ठोस विश्लेषण करना हो, तो पहले 2014 के आम चुनाव में उभरे जनादेश के स्वरूप को समझना आवश्यक होगा। मतलब यह कि भारतीय जनता पार्टी को राष्ट्रीय स्तर पर जिन 31 प्रतिशत लोगों ने वोट दिए, वे कौन थे तथा उन्होंने किन अपेक्षाओं के साथ नरेंद्र मोदी को प्रधानमंत्री चुना?
चुनाव उपरांत सर्वेक्षणों और सामान्य विवेक से बनी समझ के मुताबिक इन मतदाताओं में पहला तबका उनका है, जो बहुसंख्यक वर्चस्व यानी हिंदुत्व की विचारधारा के लगभग स्थायी समर्थक बने हुए हैं। 8-10 प्रतिशत ऐसे मतदाता तो बाबरी मस्जिद ध्वंस आंदोलन के पहले भी थे। इस आंदोलन ने इनकी संख्या में खासा विस्तार किया। आज अनुमान लगाया जा सकता है कि इनकी संख्या 15 प्रतिशत तक है। नरेंद्र मोदी के प्रधानमंत्री पद का उम्मीदवार बनने के साथ ऐसे मतदाताओं का स्वाभाविक ध्रुवीकरण हो गया। इसकी वजह गुजरात के मुख्यमंत्री के बतौर मोदी की छवि थी। मोदी की यह विशेषता उनके विरोधी भी मानते हैं कि वे मुखौटे के भीतर से सियासत नहीं करते। बल्कि जो मानते हैं, उसे कहते हैं और फिर वैसा ही आचरण करते हैं। एक दौर में लालकृष्ण आडवाणी की भी ऐसी छवि बनी थी। लेकिन बाद में अपनी राजनीतिक स्वीकार्यता बढ़ाने के चक्कर में उन्होंने खुद ही इस छवि को फीका कर लिया। इससे राजनीति में कट्टर हिंदुत्ववादी नेतृत्व का जो स्थान उन्होंने बनाया था, वह खाली हो गया। मोदी ने 2002 के गुजरात दंगों के बाद अपनी ऐसी छवि उभारी, जिससे इस जगह को भरने में वे कामयाब रहे। अतः उनके नाम से हिंदुत्ववादी मतदाताओं या जन समूहों का उत्साहित होना स्वाभाविक घटनाक्रम है। पिछले चुनाव में मोदी को प्रधानमंत्री बनाने की उद्देश्य भावना इन समूहों में प्रबलता से उभरी, जिसके परिणास्वरूप ये ऐसे तमाम मतदाता मजबूती से लामबंद हुए और मतदान केंद्रों तक पहुंचे।
मोदी के समर्थन आधार का दूसरा बड़ा वर्ग वो है, जो अच्छे दिनके प्रचार अभियान से इकट्ठा हुआ। हर वर्ग, हर तरह के पेशे के लोगों में बेहतर दिन आने का भरोसा मोदी के प्रचार अभियान ने प्रभावी ढंग से भरा। आने वाले समय में संचार के अध्ययनकर्ताओं के लिए यह शोध का विषय होगा कि इतने लोगों के मन में विकास के गुजरात मॉडलका मिथक इतने दृढ़ ढंग से बैठाने में सफलता आखिर कैसे हासिल की गई। अधिकांश लोग ऐसे हैं, जो कभी गुजरात नहीं गए। लेकिन उनकी जुबान पर यह बात चढ़ गई कि मोदीजी ने गुजरात में यह या वह कर दिखाया है। राज्य में निवेश की वास्तविकता, सकल घरेलू उत्पाद की वृद्धि दर में गुजरात का औसत प्रदर्शन और मानव विकास सूचकांकों पर उसकी निराशाजनक स्थिति के आंकड़े मोदी विरोधी पार्टियों और सामाजिक संगठनों ने रखे, लेकिन इतने विस्तार और सूक्ष्मताओं में जाने की किसे फिक्र थी! बहरहाल, इस तबके को लेकर मोदी और भाजपा को चिंतित रहने की जरूरत है, क्योंकि इसके ज्यादातर हिस्सों में अच्छे दिनका लंबे समय तक इंतजार करने सब्र नहीं है।
मोदी के समर्थन आधार का तीसरा हिस्सा उद्योग जगत, उच्च वर्ग और मध्यम वर्ग का है, जो यूपीए सरकार के सामाजिक एजेंडे और उसके कार्यकाल में आखिरी वर्षों में आर्थिक वृद्दि दर गिरने और रुपये की कीमत में गिरावट से खफा थे। इन तबकों ने यूपीए के सामाजिक एजेंडे को संसाधनों की बर्बादी माना और उसे राजकोषीय घाटे की वजह बताया गया। विभिन्न कारणों से विकास दर में आई गिरावट को पॉलिसी पैरालिसिस (नीतिगत निर्णय के लकवाग्रस्त होने) का परिणाम बताया गया। इन तबकों को यूपीए का विकल्प चाहिए था, जो उन्हें मोदी के रूप में दिखा। मोदी की सुपर ह्यूमन (अति मानवी) छवि गढ़ने में इन वर्गों ने अपने संसाधन और मेधा झोंक दिए। इस क्रम में उन्होंने अपने लिए भी कुछ भ्रम बुने, जिनमें एक यह था कि सत्ता में आते ही मोदी समाजवादी जकड़नोंसे उद्यमियों, निवेशकों और कुल मिला कर अर्थव्यवस्था को मुक्ति दिला देंगे।
मोदी सरकार की आगे कैसी छवि रहेगी, यह इसी से तय होगा कि कि इन तीनों तबकों की कितनी उम्मीदें पूरी होती हैं। बाकी जन समहूों में बड़ा हिस्सा उन लोगों का है, जो स्वतंत्रता के बाद जो भारत अस्तित्व में आया अथवा जो भारत का विचार (आइडिया ऑफ इंडिया) मुख्यधारा रहा (bit.ly/1uasqEW), मोदी को उसका प्रतिवाद (एंटी थीसीसी) मानते हैं। वे मोदी को अकेली शख्सियत के रूप में नहीं, बल्कि राष्ट्रीय स्वयंसेवक संघ की राष्ट्र की धारणा एवं उसकी सकल परियोजना के हिस्से के रूप में देखते हैं। उनके लिए यह मुद्दा नहीं है कि मोदी कैसे अच्छे दिनलाएंगे। उनकी असली चिंता यह है कि मोदी के सत्ता में आने के साथ भारत का वह विचार हाशिये अथवा द्वितीयक स्थल पर चला गया है, जिसके प्रतीक पुरुष दादा भाई नौरोजी, महात्मा गांधी, रवींद्र नाथ टैगोर, अमर शहीद भगत सिंह, बाबा साहेब भीम राव अंबेडकर और जवाहर लाल नेहरू रहे हैं। अनगिनत समाजवादी एवं साम्यवादी विचारकों एवं कार्यकर्ताओं ने भी भारत के इस विचार का सींचा। इसके विपरीत मोदी उस भारत के प्रतीक हैं, जिसकी धारा विनायक दामोदार सावरकर (bit.ly/1rG3E2H), गुरु गोलवरकर आदि के साथ शुरू होकर आगे बढ़ी। उपरोक्त दोनों धाराओं में कोई मिलन बिंदु नहीं हो सकता। अतः अपनी छवि और वोट समर्थन आधार के संदर्भ में मोदी अगर इन तबकों की फिक्र ना करें, तो यह स्वाभाविक ही है।
दूसरी तरफ वे उन समूहों को लेकर निश्चिंत रह सकते हैं, जो हिंदुत्व का स्थायी वोट आधार हैं। उनके लिए मोदी सरकार की सफलता-विफलता के आकलन की कसौटी आर्थिक या विकास अथवा सामाजिक समावेशन के क्षेत्रों में उसका प्रदर्शन नहीं होगा। उनके लिए फिलहाल यही काफी है कि हिंदुत्व या संघ की धारा से आया व्यक्ति देश में राजकाज के सर्वोच्च पद पर है और वहां वह हिंदू प्रतीकों को स्थापित करने में कोई हिचक नहीं दिखा रहा है।
बहराहल, ‘अच्छे दिनकी उम्मीद में पिछले चुनाव में बढ़-चढ़ कर भाजपा के हक में मतदान करने वाले तबकों को लेकर मोदी निश्चिंत नहीं हो सकते। उद्योग जगत तथा उच्च और मध्यम वर्गों को लेकर भी उन्हें सचेत रहना चाहिए। दरअसल पहले 100 दिनों में मोदी सरकार के इरादों और क्षमता को लेकर अगर कहीं सबसे ज्यादा संदेह पैदा हुआ है, तो वह इन वर्गों का दायरा है। इन वर्गों की निम्नलिखित उम्मीदें टूटी हैं-
- मोदी की सरकार में टेक्नोक्रेट्स अधिक होंगे, जो वोट की चिंता किए बगैर फैसले लेंगे और उन पर अमल कराएंगे।
- मोदी सरकार बनते ही भूमि अधिग्रहण कानून, पर्यावरण संरक्षण कानून, वनाधिकार कानून आदि जैसे विकास की राह में कथित रूप से रोड़ा बने अधिनियमों को खत्म करने की पहल कर दी जाएगी।
- श्रम कानूनों में तुरंत आमूल बदलाव लाए जाएंगे, जिससे कंपनियों के लिए कर्मचारियों को मनचाहे ढंग से रखना और हटाना आसान हो जाएगा।
- मोदी सरकार एक झटके से निवेश और व्यापार की राह के तमाम बंधन हटा देगी।
- वह पूंजी के लिए ऐसा अनुकूल माहौल बना देगी, जैसा शायद दुनिया में कहीं नहीं है।
ऐसा नहीं है कि मोदी सरकार ने उपरोक्त कार्यों को ना करने का एलान किया हो। मगर पूंजी क्षेत्र की शिकायत यह है कि उसने सिर्फ इरादा दिखाया है, वास्तव में अब तक कुछ नहीं किया। फिलहाल यह क्षेत्र अगले बजट तक इंतजार करने को तैयार दिखता है। लेकिन अगर तब तक मोदी ने अपनी सरकार को न्यूनतमऔर निवेशकों के लिए मौके को अधिकतमनहीं किया, तो फिर इन तबकों की मायूसी सक्रिय रूप से जाहिर हो सकती है। (मोदी सरकार के बारे में इन तबकों समझ को ब्रिटिश पत्रिका द इकॉनोमिस्ट के दिल्ली स्थित संवाददाता ऐडम रॉबर्ट्स ने द इंडियन एक्सप्रेस में लिखे अपने लेख में बखूबी व्यक्त किया, जिसे इस वेबलिंक पर जाकर पढ़ा जा सकता है- (bit.ly/1zO4EQE ) यहां ये नहीं भूलना चाहिए कि इन तबकों के हाथ में मीडिया का मजबूत तंत्र है, जिसने पिछले चुनाव में यूपीए को खलनायक और मोदी को महानायक के रूप में पेश करने में सबसे अहम भूमिका निभाई थी।
अच्छे दिनचाहने वालों में उन तबकों का बड़ा हिस्सा है- जिनकी पहचान मोदी ने नव-मध्य वर्ग के रूप में की थी। उनके लिए असली मुद्दे महंगाई और रोजगार हैं। महंगाई के मुद्दे पर भाजपा सरकार लगभग यू-टर्न ले चुकी है। यानी वो वही भाषा बोलने लगी है, जो यूपीए के मंत्री और नेता बोलते थे। ऐसे में आम आदमी का यह भरोसा टूटता जा रहा है कि उनके पास महंगाई पर काबू पाने का कोई विशेष फॉर्मूला है। बल्कि रेल किराया बढ़ा कर और पेट्रोलियम की कीमतों पर अनियंत्रित छोड़ कर उसने यही संकेत दिया कि आम लोगों को तुरंत राहत देने की उसकी कोई इच्छा या तैयारी नहीं है। करोड़ों रोजगार सरकार कैसे पैदा करेगी, इसका भी कोई खाका उसने नहीं रखा है।
भ्रष्टाचार, काला धन और स्वच्छ सार्वजनिक छवि के मोर्चों पर भी मोदी सरकार के दौर में यू-टर्न ही ज्यादा देखने को मिले हैं। इससे अबकी बार सबसे अलग सरकार की आशाएं कमजोर पड़ी हैं। इस बिंदु पर यह उल्लेख जरूर किया जाना चाहिए कि नरेंद्र मोदी ने अपने चुनाव प्रचार अभियान के क्रम में लोगों के बीच अयथार्थ आशाएं जगाईं। इस बिंदु पर उनकी तुलना अरविंद केजरीवाल से हो सकती है। जैसे केजरीवाल ने दिल्ली में ऐसे वादे किए, जिन्हें वे पूरा नहीं कर सकते थे, वैसा ही राष्ट्रीय स्तर पर मोदी ने किया। दोनों ने यह ख्याल नहीं रखा कि ऐसे वादे काठ की हाड़ी होते हैं, जो एक बार ही आग पर चढ़ते हैं।
बहरहाल, यहां मोदी के साथ एक सुविधा जरूर है, जो केजरीवाल के साथ नहीं थी। उनके पीछे आरएसएस की ताकत है। मशहूर विद्वान और स्तंभकार क्रिस्टोफे जेफ्रेलॉ ने इसका बेहतर विश्लेषण किया है (bit.ly/1tILFqZ )। उनके मुताबिक मोदी के लिए विकास का विमर्श उनका प्लान-ए है। इससे उन्होंने उन तबकों को जोड़ने में सफलता पाई, जो विकास की मृग-मरीचिका के बगैर उन्हें वोट नहीं देते। मोदी उन्हें जोड़े रखने के लिए कुछ करेंगे और सफल हुए तो उनका वोट आधार सुरक्षित बना रहेगा। लेकिन विकास के मोर्चे पर फेल हुए (जिसकी संभावना अधिक है, क्योंकि उनकी घोषणाएं दिखावटी अधिक और जमीन पर कम हैं, जैसाकि जन-धन योजना के मामले में जाहिर हुआ है- bit.ly/1qQ7rEg ) तो उस हाल के लिए उनके पास प्लान-बी है। यह हिंदुत्व का प्लान है। तब हिंदुत्व से जुड़े उग्र या उग्रतम मुद्दे उछाले जाएंगे। उत्तर प्रदेश में लव जिहाद को सियासी मुद्दा बना कर इसका खासा सफल प्रयोग हो रहा है। ऐसे मुद्दे कैसा जुनून पैदा करते हैं, इतिहास इसका साक्षी रहा है (bit.ly/1lxtHXq )
यह खबर भी अप्रासंगिक नहीं है कि भाजपा उत्तर प्रदेश के अगले महीने के उपचुनावों के लिए योगी आदित्यनाथ (bit.ly/1oucgl9) को अपना स्टार प्रचारक बनाने वाली है। अमित शाह पहले से मौजूद हैं। क्या इसमें किसी को शक है कि उत्तर प्रदेश में भाजपा ने पूरी तरह से (उग्र) हिंदुत्व के मुद्दे को अपना लिया है? यानी प्लान-ए और प्लान-बी पर साथ-साथ अमल जारी है। गौरतलब है कि हमेशा के लिए तो नहीं, लेकिन एक लंबी अवधि तक जज्बाती या सांप्रदायिक मुद्दों से चुनावी बैतरणी जरूर पार की जा सकती है। मोदी सरकार के 100 दिनों का अनुभव का संदेश यह है कि ऐसे मुद्दे देश के एजेंडे में खासे ऊपर आ गए हैं। क्या वे सबसे ऊपर जाएंगे, यह जानने के लिए अभी हमें कुछ और इंतजार करना होगा।
Top of Form